આટકોટ નાં જીવદયા પ્રેમી ખૅડુત ભગવાનભાઈ પરવાડીયાઍ પાંચ વીઘાની લીલી મકાઈનું કામધૅનુ ગૌશાળામા અંધ અપંગ બીમાર ગયો માટે દાન કર્યું
પહેલા ખેડૂતો પોતાના ખેતરમાં પક્ષીઓ અને ગાયો માટે પાંચ સાહ વાવતા હતા. આજે પણ ઘણા ખૅડુતૉ પક્ષી અને ગાયો માટે અલગથી વાવેછે તે જૂની યાદ આ ખેડૂતૅ અપાવી
જસદણના આટકોટમાં સેવાભાવી જીવદયા પ્રેમી ખેડૂત ભગવાનભાઈ બચુભાઈ પરવાડીયા પોતાની વાડીમાં સાડા પાંચ વીઘા પોતાના ખેતરમાં મકાઈ નું વાવેતર કર્યું જે જીવ દયા કામધેનુ ગૌશાળામાં અંધ અપંગ ગાયો ને માટે વાવેતર કર્યું હતું જેણે વાવેતર કરી મોટી થતાં આ લીલી મકાઈ આટકોટ ની કામધેનુ ગૌશાળામાં દાન કર્યું હતું ત્યારે પહેલા ના જમાનામાં ખેડૂતો રસ્તે રજડતી તેમજ ગૌશાળામાં તેના માટે ખેતર માં પાંચ સાહ નું વાવેતર કરતાં હતાં અને ગાયો કબુતરો ને દાન કરતાં હતાં પણ સમય બદલાયો અને હજુ પણ ધણા ગામના ખેડૂત તો પણ હજુ કળયુગમાં પણ આવી જયોત જલાવી રાખી છે ધણા દાતા છે જે આવી ગાયો ને દાન આપે છે આ કામધેનુ ગૌ શાળા માં અકસ્માત થયેલ અંધ અપંગ ગાયો ની સેવા કરવા માં આવે છે ગૌશાળામાં યુવા સેવા ટીમ દ્વારા રોજ સાંજ તેમની સારવાર કરવામાં આવે છે ત્યારે આટકોટ નાં દાતા નો કામધેનુ ગૌશાળા નાં રમેશભાઇ કાનાણી એ આભાર માન્યો હતો આવાં ધણા એવા દાતા છે જે દર વર્ષ આ ગાયો ને દાન કરે છે