અમરાપુર ગામ સમસ્ત બાર વર્ષથી અંબાજીમાં ના નવરંગા માંડવામાં ડાક ડમરું વેરાડી ઝુલણા શક્તિની ભક્તિનો ઉત્સવ ઉજવાય છૅ
વિંછીયા એક જ પંગતમાં આઢૅરૅ વરણના હજારો લોકો સાથૅ પ્રસાદનો લાભ લે છે નાતી જાતિ ધર્મના ભેદભાવ વગર ગ્રામજનો દ્વારા નવરંગો માંડવો યૉજાયૉ
વિંછીયા તાલુકાના અમરાપુર ગામે છેલ્લા બાર વર્ષથી અંબાજીમાં ના નવરંગા માંડવાનુ ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવે છે અહીં જગદંબાના વેરાડી ઝુલણા હાલરડા સાથે ડાક ડમરૂ ના તાલે માં જગદંબાની આરાધના કરવામાં આવે છે અને માતાના ગુણગાન થકી સૌ ગ્રામજનો ધન્યતા અનુભવે છે ચૈત્ર માસ એટલે આસ્થા અને ધાર્મિકતા નો મહિનો ખાસ સૌરાષ્ટ્ર અને પાંચાળ વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમો થતા જોવા મળે છે તેવી જ રીતે છેલ્લા 12 વર્ષથી અમરાપુર ગામ સમસ્ત અંબાજી માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન સમગ્ર ગ્રામજનો ના સાથ સહયોગ થી કરવામાં આવેલ હતુ જેમાં આજુ બાજુના ગામ લોકો હાજર રહી અંબાજીમાં ના આશીર્વાદ સાથે પ્રસાદ નો લાભ લીધો હતો. અંદાજે 15000 લોકોએ ભજન અને ભોજનનો લાભ લીધો હતૉ આ પ્રસંગે રાજકીય આગેવાનો તેમજ સાધુ સંતોએ હાજરી આપી હતી. અને રાત્રી દરમિયાન 24 કલાકનો માંડવો હોય ડાક ડમરુ ના સથવારે રાવળદેવ દ્વારા માતાજીના ઝુલણા હાલરડા સાથે સૌ કોઈને માય ભક્તિમાં તરબોળ કર્યા હતા સાથૅ ઉડીને આંખે વળગે એવી એક બાબત જોવા મળી કૅ અઢારેય વરણ સમાજ એક રસોડે અને એક પંગત માં પ્રસાદ લેતા જોવા મળ્યા. આ અંબાજી માં ની કૃપા હોય તૉ જ શક્ય બને
ગામડા ગામની એકતા વધારતો આ પ્રસંગ નાતી જાતિ ધર્મના વડા ઉભા કરનારા તત્વોને ઘણું બધું કહી જાય છે