error: This Content is protected !!

જસદણના ડોડીયાળા ના ઠગ હિરેન અકબરી ઍ શેરબજારમાં સારા વળતરની લાલચ આપી રોકાણકારોને સીસામાં ઉતાર્યા રૂ.૯૬.૩૦ લાખની ઠગાઈ આચરતા પૉલીસ ફરિયાદ ગઠીયા ની ધરપકડ

જસદણના ડોડીયાળા ગામના ગઠીયા ઍ રાજકોટ શહેરમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે સ્યોર કેપીટલ બિલ્ડીંગમાં ઓફીસ શરૂ કરી લોકોને શેર બજારમાં રોકાણ કરવામાં સારૂ વળતર આપવાની લાલચ આપી નાણા રોકાણ કરાવી બે માસ પુર્વે ઓફીસને તાળા મારી મોબાઈલ બંધ કરી રૂ.૯૬.૩૦ લાખની છેતરપીંડી કર્યાની ફરીયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુનો નોધી જસદણના ડોડીયાળા ગામના ગઠીયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કાલાવાડ રોડ પર નિલકંઠ પાર્કમાં રહેતા અને મુળ કચ્છના માંડવી પાસે પોલડીયા ગામે ખેતીકામ કરતા મહાવીર સિંહ પ્રતાપસિંહ જાડેજાએ ફરીયાદ કરી હતી. જેમા આરોપી તરીકે જસદણના ડોડીયાળા ગામના હિરેન સુરેશભાઈ

અકબરીનુ નામ આપ્યુ હતુ. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેને એક વર્ષ પહેલા તેના મિત્ર કમલેશભાઈ પટેલ દ્રારા હિરેનનો પરીચય થયો હતો. અને તેની ૧૫૦ ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે પ્યોર કેપીટલમાં ઓફીસ રાખી શેરબઝારનો ધંધો કરતા હોવાનુ અને તેમા રોકાણ કરશો તો સારૂ વળતર મળશે તેમ વાત કરી હતી.

એક વર્ષ પહેલા તેને બે લાખનુ રોકાણ કરવાની વાત કરી હતી અને બે લાખ ઓન લાઈન હિરેનભાઈના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જેમા સારૂ વળતર મળતા તેને વધુ કટકે કટકે કુલ રૂ.૧૦ લાખનુ રોકાણ કર્યુ હતુ.જેનુ દર માસે વળતર આપતા હતા. જેથી મહાવીરસિંહએ તેના પરીવારમાં વાત કરી હતી જેમા તેના માસાજી કિશોરસિંહ પરમારએ રૂ.૧૦ લાખ,સાસુ મોહનબા ચૌહાણના રૂ.૮ લાખ,સાળા

ધર્મરાજસિંહ પરમારના રૂ.૧૦ લાખ,કાકા રાજભા જાડેજાના રૂ.પ લાખ,મોટા બાપુના પુત્ર મહિપતસિહના રૂ.૫ લાખ,ભાભી હર્ષાબા જાડેજાના રૂ.પ લાખ,સગા ગીરીરાજસિહ જાડેજાના રૂ.પ લાખ તેમજ પાડોશી રાજકુમાર સહીતના મિત્ર સહીતના કુલ રૂ.૯૬.૩૦ લાખ રોકાણ કરવા માટે આપ્યા હતા. જેનુ સારૂ વળતર આપતા હતો. બાદમાં વળતર આપવાનુ હિરેન બંધ કરી આપતા તેને ફોન કરતા તેને ઓન લાઈન ટ્રાન્સફર કરવાનુ કહી ઓફીસ અને મોબાઈલ બંધ કરી નાશી ગયો હતો જેથી તપાસ કરી હતી પરંતુ નહી મળતા અગાઉ પોલીસ કમીશનરને લેખીત ફરીયાદ કર્યા બાદ પોલીસમાં ફરીયાદ કરતા પીએસઆઈ ચૌહાણ સહીતે ગુનો નોધી આરોપીની ધરપકડ કરી વધુ કેટલાક લોકો સાથે ઠગાઈ કરી? સહીતની પુછતાછ કરી છે.