error: This Content is protected !!

રાજકોટ વિંછીયાનાં પ્રૉહીબિશનના ગુનામાં પાંચ વર્ષથી પોલીસને હંફાવતા રાજસ્થાનના આરોપી શૈલેન્દ્રને એલસીબીએ ઉઠાવ્યો

રાજકોટ જિલ્લામાં આરોપીઓને પકડવા માટે પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના અને રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી છે. છેલ્લા પાંચ વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં પોલીસને ચક્યો આપી રહેલા રાજસ્થાનના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી શૈલેન્દ્ર ઉર્ફે મુકેશ પુરખારામ ગોદારા રહે. હનુમાનગઢ રાજસ્થાનથી ધરપકડ માટે રેન્જ આઈ.જી.એ રૂ. 10,000 નું ઇનામ જાહેર કર્યું હતું. આરોપી વિરુદ્ધ વીંછિયા, રાજકોટ શહેર ડીસીબી, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે. એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ બ્રિજરાજસિંહ જાડેજા, શિવરાજભાઈ ખાચર અને જીતેન્દ્રભાઈ ગોહિલને બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે આરોપીને દબોચી લેવાયો હતો.