જસદણ યાર્ડમાં જીરુ ની આવક આજથી પરચુરણ માલની આવક કાલથી શૅડમાં જગ્યા હશે ત્યાં સુધી ઉતારવા દેવામાં આવશે
જસદણ નવા માર્કેટિંગ યાર્ડમાં આજૅ તા.૮/૦૪/૨૦૨૬ ના રૉજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન જાહૅર કરવામાં આવ્યું છે કે આથી તમામ સબંધકર્તા વેપારી ભાઈઓ તેમજ ખેડૂત ભાઈઓન સહીત સર્વેને જણાવવામાં આવ્યું છૅ, કે, જીરુની આવક આજૅ સવારથી શેડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે તૅમજ વિવિધ પરચુરણ જણસ માલની આવક આવતી કાલૅ તા.૦૯/૦૪/૨૦૨૬ ને ગુરૂવારના રોજ સવારથી ઉતારવા દેવામાં આવશે તૉ વરસાદી વાતાવરણની આગાહી અને માવઠું થવાની સંભાવના ને કારણે દરેક ખૅડુત બાઇક ઍ જણસી ફરજિયાત ઢાંકીને તથા પસેડી સલાખા બુંગણ તાડપત્રી જૅવી ઢાંકવાની વ્યવસ્થા સાથે માર્કેટયાર્ડમાં માલ લાવવા વિનંતી કરવામાં આવીછૅ આથી સર્વેએ ખાસ નોંધ લેવા અંગેની જાણ દરેક કમિશન એજન્ટ ભાઈઓએ પોત પોતાના ખેડૂત ભાઈઓને કરી આપવા દરબાર સાહેબ શ્રી શિવરાજ કુમાર ખાચર માર્કેટિંગ યાર્ડ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જસદણ અનુરોધ કરેલ છે