error: This Content is protected !!

જસદણ તાલુકાના શિક્ષણ વિદ મહેશભાઈ પાઠકની તાલુકા ભાજપના મહામંત્રી તરીકે નિમણૂકને સર્વત્ર આવકાર

જસદણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ ચંકીભાઈ રામાણી તેમજ જિલ્લા મવડી મંડળ સાથે ચર્ચા વિચારણા અને વિચાર વિમર્શ કરી જસદણ તાલુકા ભાજપના મહામંત્રી પદૅ શિક્ષણ વિદ મહેશભાઈ પાઠકની વરણી કરવામાં આવી છે આ નિમણૂકને આગેવાનો દ્વારા આવકારી અભિનંદન પાઠવ્યા છે લુણીધાર શ્રી એલ જી એજ્યુકેશન કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી અને નવ નિયુક્ત તાલુકા ભાજપના મહામંત્રી મહેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ઍ મારી ઉપર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે માટે દિલથી આભાર વ્યક્ત કરૂછુ પાર્ટીએ આપેલા વિશ્વાસને સાચવવા માટે સાચી નિષ્ઠા, મહેનત અને ઈમાનદારીથી કામ કરીશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચીને સેવા અને વિકાસના કાર્યમાં આગળ રહીશ પાર્ટીના સિદ્ધાંતોને મજબૂત બનાવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ સાથે પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો