error: This Content is protected !!

જસદણમાં રામાયણ આપણું જીવન કથામાં દાઉદી વ્હૉરા સમાજ તથા સુન્ની મુસ્લિમ રાબિરાદરો પધાર્યા આંતરરાષ્ટ્રીય વક્તા જ્ઞાન નયન સ્વામીનું સન્માન કર્યું

જસદણ ચિતલિયા રોડ ગિરધરભાઈ ભુવાના ઘર પાસે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત ખૂબ સુંદર રામાયણ અને આપણું જીવન વિષયક પંચ દિવસીય પારાયણ ચાલી રહી છે ત્યારે આજે ચતુર્થ દિવસે પારાયણમાં લાભ લેવા માટે સુન્ની મુસ્લિમ આગેવાનો બિરાદરો તથા દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ બિરાદરો પધાર્યા હતા અનૅ કથા શ્રવણ નો લાભ લીધો આતપૅ જસદણ મુસ્લિમ સમાજના આગેવાનો તથા વ્હોરા બિરાદરોએ પારાયણના આંતરરાષ્ટ્રીય વક્તા એવા પૂજ્ય જ્ઞાનનયન સ્વામીનું સાલ અર્પણ કરી અભિવાદન સન્માન કર્યું હતું રામાયણ અને આપણું જીવન કથાનું મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લઇ રહ્યા છે