જસદણમા રજવાડી પશુ આહાર ના માલિક હિરેનભાઈ સાકરીયા એ પશુ પક્ષીઓ માટે રહેઠાણ ભોજન પાણીની સૅવા સાથે વૃક્ષા રૉપણ કર્યું
વિવિધ પ્રકારના વૃક્ષો સાથે પોતાની ફેકટરીમાં બિલ્વ વન ઊભુ કર્યું રખડતા પશુઓ માટે પાણીનો અવાડો તેમજ પક્ષીઓને સ્નાન કરવાની પણ વ્યવસ્થા કરી
જસદણ વિંછીયા રોડ અમદાવાદ હાઈવે ઉપર આવેલ રજવાડી પશુ આહારના માલિક હિરેનભાઈ ભગવાનજીભાઈ સાકરીયા સુગર ભાઈ એક યુવા ઉધોગપતિ છે જેઓને ધાર્મિકતા જીવ દયા પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે હાલ તેઓએ પોતાની ફેકટરી ની અંદર પક્ષીઓ માટે ચણ પાણી પીવાનું તેમજ પક્ષીઓને સ્નાન કરવા સહિતની વ્યવસ્થાઓ ઉભી કરી છે આ ઉપરાંત રખડતા પશુઓ માટે પીવાનું પાણી સહિતની વ્યવસ્થા કરી છે તેમજ પોતાની જ ફેકટરી ની અંદર બિલ્વ વન સહિત અનેક પ્રકારના વૃક્ષો વાવી તેઓ પ્રકૃતિ પ્રેમી સાથૅ પોતે આધ્યાત્મિક જ્ઞાન અને ભાવના ધરાવે છે તેવો કોઈ અખબારોમાં કે વીડીયામાં છપાવી પ્રસિદ્ધિ મેળવવા નથી માગતા પરંતુ તેઓએ અન્ય કોઈ ખમતીધર હોય ઉધોગપતિ હોય તો અવૉલ જિવું જંતુ પશુ પક્ષી માટે આ પ્રકારની કામગીરી કરવાની પ્રેરણા મળે તેવા હેતુથી તેઓએ અમારી ટીમને જણાવેલ પોતાને કોઈ જાતની પ્રસિદ્ધિ કરવાનો કોઈ પ્રકારનો મોહ ન હોવાનું પોતે જણાવ્યું છે પરંતુ આ બળબળતા ઉનાળામાં પ્રકારની કામગીરી સૌ કોઈ યથાશક્તિ મુજબ કરે તેવી લાગણી સેવાભાવી ઉધોગપતિ હિરેનભાઈ સાકરીયા ઍ વ્યક્ત કરી