જસદણના વોર્ડ નંબર 5 માં આવતા ધાર્મિક સ્થળો પર લાઇટિંગના મિનિ ટાવર ઊભા કરાયા કોર્પોરેટર રીપલબેન વિશાલભાઈ ભુવાની રજૂઆતને સફળતા
ઇસ્કોન મંદિર ધારેશ્વર મહાદેવ મંદિર માધવબાગ સ્નાન ઘાટનૅ રોશની મળતા લતાવરસીઓ શ્રદ્ધાળુઓએ મંત્રી બાવળીયા પ્રમુખ છાયાણી ચેરમેન ધોળકિયા નો આભાર પ્રગટ કર્યો
જસદણ નગરપાલિકાના વોર્ડ નં. 5 ચીતલીયા રોડના કોર્પોરેટર રીપલબેન વિશાલભાઈ ભુવા દ્વારા વિસ્તારના વિવિધ ધાર્મિક સ્થળોએ લાઈટિંગની સુવિધા વધારવા માટે કરવામાં આવેલી રજૂઆતને સફળતા મળી છે. તેમના પ્રયાસો થકી ધાર્મિક સ્થળોએ મિનિ ટાવર લાઈટો મંજૂર કરાવી ફિટિંગ કર્યો પૂર્ણ કરવામાં આવ્યું છે વિસ્તારોમાં આવેલા લક્ષ્મણ નગર ધારેશ્વર મહાદેવ મંદિર અને ઇસ્કોન મંદિર તેમજ સ્નાન ઘાટ માધવબાગ તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ લાઈટિંગની સુવિધા ન હોવાથી શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડતી હતી. આ બાબતે સ્થાનિક કોર્પોરેટર રીપલબેન વિશાલભાઈ ભુવાએ ગંભીરતા દાખવી નગરપાલિકામાં રજૂઆત કરી હતી. તેમની આ રજૂઆતને ધ્યાને લઈ, વહીવટી તંત્ર દ્વારા મિનિ ટાવર લાઈટો મંજૂર કરવામાં આવી હતી. આજે જ્યારે આ તમામ કામગીરી પૂર્ણ થઈ છે, ત્યારે આ ધાર્મિક સ્થળો ઝળહળી ઉઠ્યા છે. સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો લોકોનું કહેવું છે કે, આ સુવિધાને કારણે રાત્રિના સમયે ધાર્મિક સ્થળોએ આવતા-જતા લોકોને અને શ્રદ્ધાળુઓને ઘણી રાહત થશે આતકૅ કોર્પોરેટર રીપલબેન વિશાલભાઈ ભુવા તથા સ્થાનિક રહીશોએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ કારોબારી ચેરમેન કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.