error: This Content is protected !!

જસદણના રામેશ્વર મંદિરે હજારો લોકો શિવ કથા શ્રવણ તથા મહા પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવે છે સૅવક ભરતભાઈ છાયાણી

જસદણ શહેરના ગોખલાણા રોડ ઉપર આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજ્ય સંત શ્રી કામેશ્વર ગીરીબાપુ ની પ્રેરણાથી અહી દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે રામેશ્વર યુવક મંડળના અગ્રણી સૅવક ભરતભાઈ છાયાણીએ જણાવ્યું હતું કે રોજ હજારોની સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તજનો વધારે છે જે શિવ કથા નો લાભ લઇ ધન્યતા અનુભવે છે સાથે આઢારૅ વર્ણ સમાજના લોકો એક પંગતમાં બેસી મહાપ્રસાદનૉ લાભ લઈ ધન્યતા અનુભવે છે આ ઉપરાંત મંદિર ખાતે કબૂતરને ત્ચણ ગાયોને ચારો તેમજ અન્નક્ષેત્ર વૃદ્ધાશ્રમ મહિલાઓ દ્વારા સત્સંગ જેવી વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે અને આગામી દિવસોમાં ગોપી મહિનો આવતો હોવાથી એક ગોપી તળાવનુ નિર્માણ કરવાનું આયોજન પણ ચાલી રહ્યું છે તેમ રામેશ્વર મહાદેવ મંદિરના સેવક ભરતભાઈ છાયાણીઍ જણાવ્યું હતું