મોટા દડવાના દરબાર ગઢમાં પાંગરી સ્વાસ્થ્યવર્ધક પાંડવ પુષ્પની વેલ મીઠી ઊંઘ શરીરને આરામ આપે છે
કૃષ્ણ કમળ વેલની રચના રાખડી જેવી છે જેનું ધાર્મિક મહત્વ છે ફુલની મધ્યમાં શ્રીકૃષ્ણ બિરાજમાન હોવાનું મનાય છે
પાંડવ પુષ્પ વેલ કે જે શહેરીજનો માટે લો તો દર્શન પણ દુર્લભ છે તેની શોભા જ અનેરી હોય છે. પાંડવપુષ્પ કે કૃષ્ણ કમળ ફૂલથી જાણીતા આ કૃષ્ણ કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે.તેને અંગ્રેજીમાંપેશન ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ મહત્વ છે. આ ફૂલની પાંખડીઓ જાંબલી, લાલ કે સફેદ રંગની હોય છે. ફૂલની રચનાની વાત કરીએતો ઉપરની પાંખડીઓ ની સંખ્યા 100 હોવાને કારણે તેને કૌરવ કહેવામાં આવે છે. તેમની આસપાસ પર 5 કળીઓ હોય છે જેને પાંડવો કહેવાય માં આવે છે. આ સિવાય 5 કળીઓની ઉપર ૩ કળી હોય છે, જેને બ્રહ્મા, વિષ્ણુ મહેશનું પ્રતીક માનવામાં આવે છે આરોગ્ય માટે ફાયદાકારક | શરીરને આરામ અને રાતની સારી ઊંઘને વધારવાની ક્ષમતા ફૂલની મધ્યમાં કૃષ્ણ સ્વરૂપ બિરાજમાન હોવાનું માનવામાં આવે છે. કૃષ્ણ કમળની રચના રાખડી જેવી છે, તેથી તેને રાખી વેલ અથવા ઝુમકા લતા પણ કહેવામાં આવે છે. આ ફૂલ માત્ર જોવામાં જ સુંદર નથી. પરંતુ તે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. આ સુંદર ફૂલમાં શરીરને આરામ આપવાની અને રાતની સારી ઊંઘને વધારવાની ક્ષમતા છે. વાત અને પિત્ત ની સમસ્યા ધરાવતા લોકો માટે તે શ્રેષ્ઠ છે.મોટાદડવાના દરબાર ગઢ હમીરપુરા ખાતે દિવ્યરાજભાઈ વાળા ને ત્યાં પાંડવ પુષ્પની વેલ મસ મોટી આકારીત થઇ છે