જસદણમાં મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ અભણ અને મૂર્ખ છૅ તૅવા બફાટ ના વિરોધમાં ભાજપના મૌન ધરણા
શહેર ભાજપ પ્રમુખ વિજય રાઠોડ અને નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયણીની આગેવાનીમાં બાયપાસ સર્કલે મૌન વિરોધ કાર્યક્રમ યોજાયો
જસદણ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ તથા નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો એ કોંગ્રેસના ખડગૅઍ કરેલા બફાટ અંગે જસદણ આટકોટ બાયપાસ સર્કલ પાસે ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરેલ તેમજ મૌન ધરણા કરી અને વિરૉધ વ્યક્ત કર્યો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતને ગુજરાતીઓને અભણ અને મુર્ખ કહેવા થી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પાવન ભૂમિનું અપમાન કરી તેની માનસિકતા દર્શાવી છે ફરીવાર કોંગ્રેસ નેતાઓએ પોતાના દેશની જનતા પ્રત્યે અ વિવેકી ભાષનો ઉપયોગ કરતાં ભારતીય જનતા પાર્ટીના જસદણ શહેર પ્રમુખ વિજયભાઈ રાઠોડ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ના માર્ગદર્શન હેઠળ જસદણ શહેરના આટકોટ રોડ જળસર્કલ ખાતે બેનર પ્લેકાર્ડ સહિત દેખાવો કરી મૌન ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો