error: This Content is protected !!

જસદણમા ડૉ બાબા સાહેબ આંબેડકરજી ની 135 મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ રેલીમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જોડાયા

પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ભાજપ પ્રમુખ વિજય રાઠોડ ચેમ્બર પ્રમુખ અશોકભાઈ ધાધલ સહિતના આગેવાનો જોડાયા

 

જસદણમાં બાબાસાહેબ ડો ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે આંબેડકર નગરથી જુના બસ સ્ટેન્ડ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ આ રેલીમાં જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને જુના બસ સ્ટેન્ડ પાસૅ આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શિક્ષિત બનો સંઘર્ષ કરો સંગઠિત સંવિધાનના ઘડવૈયા ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી ની 135મી જન્મજયંતી નિમિત્તે જસદણ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ તથા ભાજપના હોદ્દેદારો પાલિકાના સદસ્યોએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી તથા જયંતી મહોત્સવમાં ગૌરવપૂર્ણ રીતે જોડાઈને 

બાબાસાહેબના કાર્યો અને સંઘર્ષ પ્રેરણાસ્ત્રોત તથા પથ દર્શક બની સદૈવ સૌને માર્ગદર્શિત ડો બાબા સાહેબ ના વિચારોને અનુસરવા અનુગ્રહિત થયા હતા