error: This Content is protected !!

જસદણ તાલુકા પંચાયતમા કોંગ્રેસ ભાજપ અને આપ વચ્ચે ત્રિપાખિયો જંગ જામશે 22 બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ

જસદણ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માટે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ફાઈનલ લિસ્ટ જાહેર થતા જ ઉમેદવારોએ મતદારોને રિઝવવા પ્રચાર પ્રસાર તેજ બનાવ્યો છે જસદણ તાલુકા પંચાયતની 22 બેઠકમાંથી મોટાભાગની બેઠકો પર મહિલા ઉમેદવારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ગોખલાણા, કનેસરા, લીલાપુર અને વિરનગર જેવી બેઠકો પર અપક્ષ ઉમેદવારોના મેદાનમાં હોવાથી

મુખ્ય પક્ષોના ગણિત બગડી શકે છે. 26 વર્ષીય નિતેશભાઈ બેરાણી જેવા યુવા ચહેરા ઓથી લઈને અનુભવી રાજકારણીઓએ આ જંગમાં ઝંપલાવ્યું છે. જ્યારે 71 વર્ષીય લાભુબેન બૌઘરા સૌથી વરિષ્ઠ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો એ પણ ઝંપલાવ્યું છે ત્યારે હાલ તો ત્રિપાકખિયા જંગના એંધાણ છે તો અમુક બેઠક ઉપર અપક્ષ બાજી બગાડી શકે તેવો કલર દેખાય છે