error: This Content is protected !!

જસદણ પોલીસ સ્ટેશનમાં 420 છેતરપીંડીના ગુન્હામાં ૧૬ વર્ષથી વોન્ટેડ આરોપી હૈદરાબાદમાંથી પકડાયો

રૂરલ એલસીબીના પેરોલ ફર્લો સ્કવોડે આરૉપી ભવાયુ ઉર્ફે ભોળા ડાયાભાઇ પટેલને દબોચી લીધૉ

 

 

જસદણના છેતરપીંડીના ગુન્હામાં ૧૬ વર્ષથી વોન્ટેડ આરોપીને હૈદ્રાબાદમાંથી રૂરલ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડ ઝડપી લીધો હતો રાજકોટ જિલ્લાના પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા સુચના અને માર્ગદર્શન - આપેલ હોય જે અન્વયે રૂરલ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ જસદણ પોલીસ સ્ટેશનના આઈ.પી.સી કલમ ૪૦૬,૪૨૦ મુજબના કામે આરોપી ભવાયુ ઉર્ફે ભૉળાભાઈ ડાયાભાઈ પટેલ રહે વડોદરા વાઘોડીયા કસ્તુરબા ફળીયા વાળો છેલ્લા ૧૨ વર્ષથી પાતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય જે આરોપી બાબતે ટેકનીકલ તેમજ હ્યુમન સોસીસથી સચોટ માહિતી એકત્રીત કરી હાલમાં હૈદરાબાદ ખાતે હોવાની હકિકત મળતા હૈદરાબાદ ખાતેથી હસ્ત ગત કરી આરોપીને જસદણ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસર કાર્યવાહી કરવા સારૂ સોંપવામાં આવેલ છે આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ કે.એમ.ચાવડા,પીએસઆઈ આર એચ.સી.ગોહિલ.પીએસઆઈ આર વી ભીમાણી, પીએસઆઈ પી.એન.ભરવાડ, બાલકૃષ્ણભાઈ ત્રીવેદી, રવિદેવભાઈ બારડ, રોહિતભાઈ બકોત્રા, બ્રિજરાજસિંહ જાડેજા, છત્રપાલસિંહ જાડેજા, હિતેષભાઈ હમીરપરા, મહેન્દ્રસિંહ સોલંકી, ભાવેશભાઈ મકવાણા, વિજયભાઈ સિંહાર. દ્વારા કરવામાં આવી હતી.