જસદણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના આગેવાનો ભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ રૅલીમા જોડાયા
જસદણમાં ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૫ મી જન્મ જયંતી ની ઉજવણી નિમિત્તે જસદણ શહેરના આંબેડકર નગર થી જૂના બસ સ્ટેન્ડ સુધી ની ભવ્ય રેલી યોજવામાં આવી હતી જૅમા જસદણ શહેર વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ ના જવાબદાર વ્યક્તિઓ ડૉ મહેશભાઈ તાવિયા , દિનેશભાઈ પરમાર ,મનીષભાઈ મેવાસિયા , વિજયભાઈ માલવીયા ,નારણભાઈ મેવાડા ,મહેન્દ્રભાઈ રૂપારેલીયા , દિનેશભાઈ હતવાણી, હિતગીરી ગોસ્વામી ,ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના આગેવાનોએ હાજરી આપી સામાજિક સમરસતા નું ઉદાહરણ પૂરું પાડ્યું.