error: This Content is protected !!

આટકોટના વીરનગર પાસે રિક્ષા પલ્ટી જતા ૮ માસની બાળકીનું મોત જસદણના દંપતિને ઈજા પહોંચી પરિવાર શોકમાં ગરકાવ

જસદણના આટકોટના રાજકોટ-ભાવનગર હાઇવે પર વીરનગર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં જસદણના એક પરિવારની માત્ર ૮ મહિનાની બાળકીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નિપજ્યું છે, જ્યારે તેના માતા-પિતાને સામાન્ય ઇજાઓ પહોંચી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્પીડબ્રેકર પરથી રિક્ષા પલટી ખાઈ જતાં જ રિક્ષામાં પાછળ બેઠેલી બાળકી ફંગોળાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી. જસદણના ડુંગરપુર ચોટીલા રોડ પર રહેતા અશ્વિનભાઈ સાદમીયા તેઓ સામાન ભરી તેમની સાથે તેમની પત્ની અને ૮ મહિનાની પુત્રી જાગલ સાથે જઈ રહ્યા હતા.દરમ્યાન રાજકોટ-ભાવનગર હાઇવે પર વીરનગર નજીક પહોંચી, ત્યારે અચાનક સ્પીડબ્રેકર આવતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.આ અકસ્માતમાં રિક્ષાની પાછળ બેઠેલી બાળકી જાગલને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ માસૂમ બાળકીએ દમ તોડી દીધો હતો. ઘટનાની હોસ્પિ.ચોકીના સ્ટાફે નોંધ કરી આટકોટ પોલીસને કરી તપાસ હાથ ધરતા અશ્વિનભાઈને સંતાનમાં એકની એક પુત્રી હતી. અકાળે બનેલા બનાવથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે