error: This Content is protected !!

જસદણમાં જલારામ મંદિરે દંતયજ્ઞ કેમ્પમાં 150 દર્દીના રોગનું મફત નિદાન અનૅ 52 દર્દીઓ ને ચૉગઠા અપાશૅ

છોટે જલારામ તરીકે વિખ્યાત શ્રી હરિરામ બાપા ની કૃપાથી તમામ દર્દીઓને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી

 

રાજકોટ ના ટ્રસ્ટૉ ના સહયોગથી જરૂરિયાત મંદોની 32 સી ના માપ લેવાયા આયુર્વેદિક જાલધર બંધ પદ્ધતિથી દુખતા દાંત અને દાઢ કાઢવાની સેવા અપાઈ

 

જસદણ શહેરના ફછૉટે જલારામ તરીકે વિખ્યાત શ્રી હરિરામ બાપા અન્નક્ષેત્ર અખંડ ધૂન જ્યાં ચાલે છે તેવા શ્રી જલારામબાપા ના મંદિર ખાતે રાજકોટના વિવિધ ટ્રસ્ટોના સહયોગથી ભવ્ય નિઃશુલ્ક દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કેમ્પમાં જસદણ શહેર અને ગ્રામ્ય પંથકમાંથી 150 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ કૈલાશ નગર સ્વામીનારાયણ મંદિરના સ્વામી ધર્મનંદનદાસજીએ દીપ પ્રાગટ્ય દ્વારા કરાવ્યો હતો. કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરીને 52 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દાંતના ચોકઠા (બત્રીસી) આપવા માટે સ્થળ પર જ માપ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કેમ્પમાં જે 52 દર્દીઓના માપ લેવામાં આવ્યા છે, તેમને આગામી એક સપ્તાહ સુધીમાં તૈયાર થયેલી બત્રીસી વિનામૂલ્યે અર્પણ કરી દેવામાં આવશે. જસદણના જલારામ મંદિર ખાતે ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન અને વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંયુક્ત રીતે આ કેમ્પ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જેઓ મોંઘી દાંતની સારવાર કરાવી શકતા નથી, તેમને ઘરઆંગણે સેવા મળી રહે તેવા હેતુથી આ દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં કુલ 150 દર્દીઓની તપાસ કરી તેમને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુર્વેદિક જાલંધર બંધ યોગ પદ્ધતિનો ઉપયોગ કરીને દર્દીઓના દુખતા દાંત અને દાઢ કાઢી આપવામાં આવ્યા હતા. જે 52 દર્દીઓના ચોકઠા માટે માપ લેવાયા છે. તેમને એક સપ્તાહ બાદ સંસ્થા દ્વારા વિનામૂલ્યે બત્રીસી અર્પણ કરવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા કેમ્પમાં આવેલા તમામ દર્દીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ કેમ્પમાં ડો. જયસુખભાઈ મકવાણા, ડો. સંજય અગ્રવાલ અને ડો. મહીમા સાલ્વી સહિતની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવા જલારામ મંદિરના સંજયભાઈ પોપટ, બિપીનભાઈ જસાણી, ઘનશ્યામભાઈ તન્તા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.મકવાણા, ડો. સંજય અગ્રવાલ, ડો. આ કેમ્પમાં ડો. જયસુખભાઈ મહીમા સાલ્વી, મોનીકાબેન ભટ્ટ અને જાગૃતિબેન ચૌહાણની ટીમે ખડેપગે સેવા આપી હતી. આયોજનને સફળ બનાવવા જલારામ મંદિરના સંજયભાઈ પોપટ, બિપીનભાઈ જસાણી, ઘનશ્યામભાઈ તન્ના, પ્રફુલ્લભાઈ પોપટ, ગિરીશભાઈ કંસારા અને રાજુભાઈ કંસારા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી