error: This Content is protected !!

આટકોટ પોલીસૅ ગોંડલના મોટા દડવા ના સ્મશાન પાસે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા 4 શકુનીઑ નૅ ઝડપી પાડ્યા

ગંજી પાનાના 52 પત્તા અનૅ રૂપિયા 5, 100 ની રકમ સાથે પોલીસે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરી   

 

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગાર વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન મોટી સફળતા હાથ લાગી છે. આટકોટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન ગોંડલના મોટા દડવા ગામે સ્મશાન પાસે જાહેર જગ્યાએ તીન પત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ, પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ધનાભાઈ મેટાળીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બપોરના સમયે આરોપીઓ જાહેરમાં ગંજી પાનાના પત્તા વડે રૂપિયા હારજીતનો જુગાર રમતા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા તાત્કાલિક કોર્ડન કરીને ચારેયને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં વિજયભાઈ કિશોરભાઈ ચારોલીયા, કિશોરભાઈ વેરસીભાઈ ચારોલીયા, કેશુભાઈ વશરામભાઈ સાઢમીયા અને ગુલાબભાઈ માધુભાઈ સાઢમીયા (બધા રહે. મોટા દડવા) નો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 5,100 ની રોકડ રકમ તેમજ ગંજી પાનાના કુલ 52 પત્તા કબ્જે કર્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પંચોની હાજરીમાં કાયદેસર પંચનામું કરવામાં આવ્યું હતું.આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.