જસદણમાં ધરમ પબ્લિસ પબ્લિસિટી પાસે ખુલ્લા વીજ વાયર અકસ્માત નો ભય સ્થાનિકોની રજૂઆત છતા તંત્રનું ભેદી મૌન
જસદણના ચીતલીયા કુવા રોડ પર ધર્મ પબ્લિસિટી નજીક સ્ટ્રીટ લાઈટના ખુલ્લા તાર જોવા મળ્યા હોવાના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. મેન રોડ પર આવેલી આ સ્ટ્રીટ લાઈટના તાર બે અલગ અલગ સ્થળોએ ખુલ્લા હાલતમાં જોવા મળતા અકસ્માતની ભીતિ ઊભી થઈ છે. આ વિસ્તાર ખૂબ જ વ્યસ્ત હોવાને કારણે દિવસભર લોકોની અવરજવર રહે છે. આવા જોખમી હાલતમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લે તેવી ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ફેલાયો છે. હવે પ્રશ્ન એ છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના પછી જ જાગશે કે સમયસર કાર્યવાહી કરશે?