જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ ની સૅવાના છ વર્ષ પૂર્ણ થતા રક્તદાન કેમ્પ સંસ્થામાં નિસ્વાર્થ સેવા આપતા 104 પરિવારનું સન્માન
કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ ફોટા સેશન કે નામનો મોહ રાખ્યા વગર ચુપચાપ વિવિધ પ્રકારની સેવા કરતી સંસ્થાના કામો શહેરમાં ઉડીને આંખે વળગે છે
જસદણના સામાજિક ક્ષેત્રે અગ્રેસર આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે છેલ્લા 6 વર્ષથી ચાલી રહેલી અનોખી શિરો સેવા એ રવિવારે સફળતાપૂર્વક છઠ્ઠું વર્ષ પૂર્ણ કર્યું છે. આ અવસરે ટ્રસ્ટ દ્વારા સુવર્ણ સ્નેહ સંગમ કાર્યક્રમ, રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2020 માં કોરોના કાળ દરમિયાન શરૂ થયેલી સેવા આજે તમામ મેટરનિટી હોસ્પિટલોમાં બની છે. પ્રસૂતિ બાદ માતાને શક્તિ મળે તે હેતુથી શુદ્ધ ઘીમાંથી બનાવેલો પૌષ્ટિક શિરો માત્ર 15 મિનિટમાં જ હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. આ સેવામાં જસદણના 104 નિઃસ્વાર્થ પરિવાર જોડાયેલા છે, જેઓ પોતાના ઘરે શિરો બનાવી ભગવાનને ધરાવીને પ્રસાદ રૂપે અર્પણ કરે છે.
સ્વાભિમાન સાથે સેવા નથી લેવાતા ફોટા કે નથી થતી જાહેરાત
માટે કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી કે પ્રસિદ્ધિ કરવામાં આ સેવાની સૌથી મોટી વિશેષતા એ છે કે, શિરો સ્વીકારનાર માતા કે પરિવારના સ્વાભિમાનને જાળવવા આવતી નથી. સેવા લેનારને સંકોચ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. આ સેવાના 6 વર્ષ પૂર્ણ થતા આયોજિત કાર્યક્રમમાં સુખપર આદેશ આશ્રમના મહંત યોગિની મહેશ્વરી નાથજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિઃસ્વાર્થ સેવાના મહાત્ય વિશે જણાવ્યું હતું કે, પીડિત અને જરૂરિયાતમંદની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ છે.
રક્તદાન કેમ્પમાં 95 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું
આ સેવાની સૌથી મોટી વિશેષતા એ છે કે, શીરો સ્વીકારનાર માતા, પરિવારના સ્વાભિમાનને જાળવવા માટે ફોટોગ્રાફી, પ્રસિદ્ધિ કરાતી નથી. લેનારને રખાય છે. સેવાના 6 વર્ષ પૂર્ણ થતા આયોજિત કાર્યક્રમમાં સુખપર આદેશ આશ્રમના મહંત યોગિની મહેશ્વરી નાથજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિઃસ્વાર્થ સેવાના મહાત્મ્ય વિશે જણાવ્યું હતું કે, પીડિત અને જરૂરિયાતમંદની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ છે.