error: This Content is protected !!

જસદણમાં દોઢ વર્ષથી ગુમ પોલારપર રોડ પર રહૅતી મહિલાને એએસપી સ્કવોડ એ શોધી કાઢી

જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર વિભાગીય પોલીસ વડા નવીન ચક્રવર્તી ના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે,પી, ગોહિલ અને ટીમની કામગીરી

 

જસદણમાં દોઢ વર્ષથી ગુમ થનાર વૈશાલીબેન ડો.ઓ. ભોળાભાઈ વાસાણી (ઉ.વ.૨૬) રહે. પોલારપર રોડ જસદણની છેલ્લા દોઢ વર્ષથી કોઇ ભાળ મળેલ ન હોય જેથી રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા ગુમ-અપહરણ થયેલને શોધવા સુચના આપેલ હોય જે અનુસંધાને જસદણ ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક ડો. નવીન ચક્રવર્તી રેપુડીના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેકટર જે.પી.ગોસાઈ તથા ટીમે ગુમ થનાર વૈશાલીબેન તેના પતિ અરવિંદભાઈ નકુમ રહે. કેનેડી ગામ તા.કલ્યાણપુર જી. દ્વારકા સાથે છે. જેમને શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

આ કાર્યવાહી હરીશભાઈ વેસ્તાભાઈ એએસઆઈ, હીરાભાઈ પુંજાભાઈ પો.કોન્સ., શૈલેષભાઈ ખગારભાઈ પો.કો.સ. તથા સંજયભાઇ ગંગારામભાઈ પો.કો.સ. સહિતના સ્ટાફે કરી હતી