error: This Content is protected !!

ફર્સ્ટ ટાઈમ વોટર્સને ક્રિકેટર ચેતેશ્વરની ખાસ અપીલ પહેલી વારના વોટિંગનો રોમાંચ અનેરો મત ખાસ આપજો

ફર્સ્ટ ટાઈમ વોટર્સ હવે જવાબદાર નાગરિક બન્યા છે તો અચૂક મતદાન કરવા યુવા ક્રિકેટરનો સંદેશ

 

પહેલી વાર મત આપવાનો રોમાંચ અને ઉત્સાહ અલગ જ હોય છે. મને પણ પહેલી વાર મતાધિકાર મળ્યો ત્યારે મત આપવાનો ખૂબ રોમાંચ થયો હતો અને મેં ઉત્સાહ સાથે મત આપ્યો હતો. તમે પણ મત જરૂરથી આપજો...’ આ શબ્દો છે રાજકોટના વતની અને જાણીતા ક્રિકેટર, રાજ્ય ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પુજારાના. તેમણે ફર્સ્ટ ટાઈમ-વોટર્સને ૨૬મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉત્સાહ સાથે મતદાન કરવા ખાસ અપીલ કરી છે. આઈ.પી.એલ.ના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ શ્રી ચેતેશ્વરે એક ઓડિયો સંદેશમાં જણાવ્યું છે કે, આપનો સમય ફાળવીને વોટ આપવા જરૂરથી જજો. આપણા દેશના ભવિષ્ય માટે આપનો મત ખૂબ જ જરૂરી છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સને અપીલ કરતાં તેમણે કહ્યું છે કે, મતાધિકાર મળતાં યુવાનો જવાબદાર નાગરિક બન્યા છે. મત આપવો એ આપણી જવાબદારી છે. યુવાનો મત જરૂરથી આપજો. પહેલી વાર મતદાનનો તો રોમાંચ અને ઉત્સાહ અનેરો જ હોય છે, તો બધા યુવાનો ઉત્સાહથી મતદાન કરજો.