error: This Content is protected !!

જસદણ પંથકમાં ચોમાસું મોડું બેસશે, પાછોતરું ભરપૂર, કાચી માટીની મટકીમા પાણી ભરી વડીલૉનૉ વરતારૉ

પંથકમાં વાવણી મોડી થવાની શક્યતા છતાં શ્રાવણ-ભાદરવો ભરપૂર વરસવાના સંકેત જુની પરંપરા મુજબ આગામી સિઝન નું આયોજન    

 

 જસદણ પંથકમાં પ્રાચીન પરંપરા મુજબ વરસાદની આગાહી જાણવા માટે વરતારો કાઢવાની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ છે. જસદણના કમળાપુર ગામે અનુભવી વૃદ્ધો દ્વારા દેશી પદ્ધતિથી આગામી ચોમાસાનું આક્લન કરવામાં આવ્યું હતું. આ વરતારાના તારણ મુજબ ખેડૂતો માટે મિશ્ર સમાચાર સામે આવ્યા છે. કમળાપુર ગામે પરંપરાગત રીતે કાચા માટીના મટકામાં પાણી ભરીને જળ સ્તર અને અન્ય ચિહ્નો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ વર્ષના વરતારા મુજબ, મેઘરાજાના આગમનમાં થોડો વિલંબ થવાની શક્યતા છે, જેને કારણે ખેતીકાર્યો અને વાવણી મોડી થઈ શકે છે. જોકે, શરૂઆતના વિલંબ બાદ ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે વર્ષના ઉત્તરાર્ધમાં એટલે કે શ્રાવણ અને ભાદરવા મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવા ઉજળા શુકન જોવા મળ્યા છે.

ગામના વડીલોના મતે ભલે વાવણી માટે થોડી રાહ જોવી પડે પરંતુ પાછળથી વરસાદી માહોલ જામશે અને ડેમ-તળાવો છલકાશે તેવા સંકેતો મટકાના વરતારામાં મળ્યા છે. આ આગાહીને પગલે જગતનો તાત હવે કુદરતના આ સંકેતોને આધારે આગામી સિઝનનું આયોજન કરી રહ્યો છે.