error: This Content is protected !!

ચૂંટણીના પ્રચાર-પ્રસાર પડઘમ શાંત ખાનગી ખાટલા બેઠકૉ અને ગ્રુપ મીટીંગો નો દૉર શરૂ

મતદાન માટે કાલે છેલ્લી રાત ચીંડા પાડવા બુરવા રીસામણા મનામણા માટૅ નૅતાઑ રાત ઉજાગરા કરછૅ

 

નગર મહાનગર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ પ્રશાંત થઈ ગયા છે અત્રેથી ખાનગીમાં બેઠકો અને ગ્રુપ મીટીંગોનો ધમધમાટ શરૂ થશે ચૂંટણીને લઈ આગ ઝરતા તાપમા વિવિધ પક્ષોના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો એડી ચોટીના જોરે પોતાના ઉમેદવારો જીતાડવા ધગધગતા તાપમાન ગામડે ગામડે જઈ પ્રચાર કર્યો હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય તે પહેલાં ધોમધગતા તાપની પરવા કર્યા વગર ગામડે ગામડે પોતાનો પ્રવાસ શરૂ કરી જનસંપર્ક શરૂ કરી દીધો હતો હાલ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયો છે જેથી હવે વિવિધ પક્ષના આગેવાનો કાર્યકર્તાઓએ ખાનગી ખાટલા બેઠકો તેમજ ગ્રુપ મીટીંગોનો દોર શરૂ થશે કાલે મતદાન ની છેલ્લી ર રાત ચીંડા પાડવા ચીંડા બુરવાનો ધમધમાટ ચાલશે રિસામણા અને મનામણા મા રાત ઉજાગરા થશે મતદાન અને મતગણતરી પારદર્શક વાતાવરણમાં થાય તે માટે તંત્રએ જબરજસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે