સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનની અપીલ કરતાં જસદણ તાલુકા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન છાયાણી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય રહી છે આ ચૂંટણીમાં તાલુકા, જિલ્લા પંચાયતો નગરપાલિકાઓ અને મહાનગર પાલિકાઓ સમાવેશ થયો છે ત્યારે આ ચૂંટણીમાં દરેક નાગરિકએ પોતાની ફરજ સમજી મતદાન કરવા જસદણ તાલુકા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન છાયાણી એ અપીલ કરી છે તેમણે જણાવ્યું હતું કે રવિવારે જે ગામોમાં ચૂંટણી છે એમાં મતદાન અવશ્ય કરજો વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં જે ઉમેદવાર લોકો વચ્ચે રહ્યાં હોય અને વિકાસના કામોને પ્રાથમિકતા આપતાં હોય એવાં ઉમેદવારોને સવારમાં જ મતદાનની મ્હોર લગાવજો હાલ ગરમી પડી રહી છે આ માટે મતદારો માટે રાજ્ય સરકારે સારી વ્યવસ્થા ગોઠવી જ છે પણ થોડો સમય ફાળવી દેશ માટે મતદાન કરજો.