જસદણનાં મદાવા અને કમળાપુર પાસેના મદાવેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરને યાત્રાધામમાં સમાવવા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયાની માંગ
પંચાળની પ્રાચીન ભૂમિમાં તાલુકા પંચાયત દ્વારા મેળૉ યૉજાતૉ સારી ઓલાદના ગાય ભેંસ બળદ અશ્વૉ અને રાસ મંડળીની હરીફાઈ યોજાતી ઇનામ વિતરણ થતા
જસદણ તાલુકાના કમળાપુર અને મદાવા ગામ વચ્ચે ડુંગર ઉપર આવેલા પ્રાચીન મહાદેવના મંદિરને યાત્રાધામમાં સમાવવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરને ભલામણ-રજૂઆત કરવામાં આવી છે જસદણ વિછીયાના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ડેરીના પૂર્વ ચેરમેન તેમજ પૂર્વ જસદણ યાર્ડના ચેરમેન ભીખાભાઈ ભીમજીભાઈ બાંભણિયા દ્વારા આ અંગે પત્ર પાઠવવામાં આવ્યો છે પ્રાચીન કથા અનુસાર શ્રી નરસિંહ મહેતાના વેવાય શ્રી મદન મહેતા અહીં શિવની પૂજા કર્યા વગર મુખમાં અન્નજળ મૂકતા નહી. યાત્રાએ નીકળ્યા ત્યારે આ પાંચાળ ભૂમિમાં મધ્યાહન સમયે આવેલ અને અહીં શીવલીંગની સ્થાપના કરી મહાદેવનું નામ મદનેશ્વર મહાદેવ આપ્યું. ધીમેધીમે શબ્દ અપભ્રંશ થતા મદાવેશ્વર મહાદેવ એવું નામ પડ્યું. સોમનાથ મંદિરમાં જેવડી શીવલીંગ છે તેટલીજ ઉંચાઈની આ શીવલીંગ આવેલી છે. ડુંગરમાં મંદિર નીચે ભોંયરું હતુ તેવું જોવા મળે છે. આ સ્થળ સૌરાષ્ટ્રની ૩ નદીઓનું ઉગમસ્થાન ગણાય છે. મંદિરની ઉગમણીથી બાજુએ જે પાણી ગયું તેને સુખભાદર ધંધુકા પાસે પસાર થાય છે. દક્ષિણ બાજુએ પાણી ગયું તેને ભાદર નદી કહેવાય છે. અને આથમણી બાજુએ જે પાણી ગયું તે બેટી નદી ગણાય છે. પરંતુ આગળ જતા મચ્છુનદીના નામે ઓળખાય છે. આ ડુંગરની બાજુના ડુંગર ઉપર વરસાદની માતા તથા પવનની માતાના મંદિર આવેલ છે. તેવી માન્યતા છે. આ જગ્યાએ અગાઉના સમયમાં તાલુકા પંચાયત જસદણ તરફથી દર વરસે ભાદરવી અમાસે મેળો ભરાતો. મેળામાં સારી ઓલાદના ગાય, બેસ, બળદ, અશ્વો વિગેરેની તથા રાસ મંડળીની હરીફાઈ રાખવામાં આવતી અને ઈનામો વિતરણ કરવામાં આવતા. આસ્થળની બાજુમાં મોટા પ્રમાણમાં સરકારી જમીન આવેલ છે. જેથી ખાનગી જમીન સંપાદન કરવાનો પ્રશ્ન રહેતો નથી. આ જગ્યાને યાત્રાધામમાં સમાવેશ કરવા માટે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બામણીયાએ રજૂઆત કરી નૅ પંચાળના પાવનધામ ને યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવે તો આ પંથકમાં સારો એવો લાભ થઈ શકે છે