error: This Content is protected !!

રાજકોટ જિલ્લા પંચાયતમાં જસદણની ૫ અનૅ વિંછીયાની ૩ તમામ સીટૉ પર ભાજપનો વિજય તાલુકા પંચાયતમાં આપે છ અનૅ કોંગ્રેસૅ પાંચ સીટ કબજે કરી

જસદણ તાલુકા પંચાયતની 22 માંથી 15 જ્યારે છ આમ આદમી પાર્ટીને એક કોંગ્રેસ તેમજ વિછીયાની 18 માંથી 14 ભાજપને જ્યારે ચાર કોંગ્રેસને મળી છે

 

રાજકોટ જિલ્લા પંચાયતની આટકોટ સાણથલી ભાડલા કમળાપુર અને શિવરાજપુર આમ જસદણ તાલુકાની પાંચેય બેઠકો પર ભાજપ નો ભગવો લહેરાયો છે તેમજ વિંછીયા તાલુકાની વિછીયા ભડલી અને પીપરડી આ ત્રણે ત્રણ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે તે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના વિકાસનું ફળ છે જ્યારે જસદણ તાલુકા પંચાયતની 22 સીટોમાંથી 15 સીટો પર ભાજપનો વિજય જ્યારે છ સીટૉ આમ આદમી પાર્ટી ફાળૅ ગઈ છે અને એક કોંગ્રેસને મળી છૅ જ્યારે વિછીયા તાલુકા પંચાયતની 18 સીટમાંથી 14 ભાજપને અને ચાર કોંગ્રેસને ફાળે ગઈ છે આમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા તમામ વિજેતા ઉમેદવારોને જસદણ વિછીયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શુભેચ્છાઓ પાઠવી છે