જસદણ વિંછીયા સહિત રાજકોટ જિલ્લાની કુલ ૧૧ તાલુકા પંચાયતોમાં ભાજપની જીત આપ અને કોંગ્રેસે પણ હાજરી નોંધાવી
રાજ્ય ચૂંટણી આયોગના આદેશાનુસાર રાજકોટ જિલ્લામાં યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓનું પરિણામ જૅ જાહેર કરવામાં આવ્યું છે તૅમા રાજકોટ તાલુકા પંચાયતોની કુલ ૧૯૮ બેઠકો પર પરિણામ જાહેર થયું છે, જ્યારે ૪ બેઠકો અગાઉ બિનહરીફ થઈ હતી.ધોરાજી તાલુકા પંચાયતની ૧૫ બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે ૧૧ બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસે ૩ અને આમ આદમી પાર્ટીએ ૧ બેઠક મેળવી છે.ગોંડલ તાલુકા પંચાયતની ૨૧ બેઠકો પર પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપે ૧૭ બેઠકો પર જીત મેળવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ૪ બેઠકો પર જીત મેળવી છે. જામકંડોરણા તાલુકા પંચાયતમાં ભાજપે ૧૬માંથી ૧૫ બેઠકો જીતી છે, જ્યારે ૧ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે.
જસદણ તાલુકા પંચાયતની ૨૨ બેઠકોમાંથી ભાજપને ૧૫, આમ આદમી પાર્ટીને ૬ અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે. જેતપુર તાલુકા પંચાયતની ૧૯ બેઠકો પૈકી ભાજપે ૧૫ બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટીને ૩ અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે. રાજકોટ તાલુકા પંચાયતની ૨૧ બેઠકોના પરિણામ જાહેર થયા છે જેમાં ભાજપે ૧૮ બેઠકો જ્યારે આમ આદમી પાર્ટીએ ૩ બેઠકો જીતી છે. પડધરી તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાંથી ભાજપે ૧૨ અને કોંગ્રેસે ૪ બેઠકો જીતી છે. લોધીકા તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાંથી ભાજપે ૧૧, આમ આદમી પાર્ટીએ ૪ અને ૧ બેઠક અપક્ષ ઉમેદવારે જીતી છે. વિંછીયા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પૈકી ભાજપે ૧૪ કોંગ્રેસે ૪ બેઠકો પર જીત મેળવી છે. કોટડા સાંગાણી તાલુકાની ૧૬ બેઠકોમાંથી ભાજપે ૧૨, આમ આદમી પાર્ટી ૩ અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે. જ્યારે પડધરી તાલુકાની ૧૬ બેઠકો પૈકી ૧૨ બેઠકો ભાજપને, ૪ બેઠકો કોંગ્રેસને મળી છે. ઉપલેટા તાલુકામાં ૧૮ બેઠકોમાંથી ૯ બેઠકો ભાજપને, ૮ બેઠકો કોંગ્રેસને અને ૧ બેઠક આમ આદમી પાર્ટીને મળી છે.
તાલુકા પંચાયતની ચાર બેઠક બિનહરીફ થઈ છે, જેમાં ૦૭-ગઢડા, ૦૪-દાળીયા, ૧૧-મેવાસા તથા ૦૧-ભાદાજાળીયાનો સમાવેશ થાય છે.