error: This Content is protected !!

જસદણ-વિંછીયા વિસ્તારમાં વિકાસને વેગ ૧૩ નવા રસ્તાઓને મંજૂરી ધારાસભ્ય કુંવરજીભાઈ ની રજૂઆતન સફળ

ગુજરાત રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસને વધુ ગતિ આપવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયા તાલુકા વિસ્તારમાં કુલ ૧૩ નવા રસ્તાના કામોને મંજૂરી આપવામાં આવી વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાની રજૂઆતને સફળતા મુખ્યમંત્રી નો આભાર પ્રગટ કર્યો છૅ મંજૂર થયેલા રસ્તાઓ નીચે મુજબ છે. (૧) જસાપર કાનપર રોડ જીલ્લા હદ સુધી – ૨.૫૫ કરોડ (૨) એમ. ડી. આર. ટૂ રૂપાવટી એપ્રોચ રોડ – ૧.૯ કરોડ(૩) બોઘરાવદર બેડલા રોડ – ૨ કરોડ(૪) જીવાપર જસાપર રોડ – ૨.૮૦ કરોડ(૫) ભાડલા આધીયા રોડ – ૨.૩ કરોડ(૬) ભંડારીયા હડમતીયા રોડ – ૨.૧૦ કરોડ(૭) ફૂલઝર ભોયરા રોડ – ૨.૮૦ કરોડ(૮) પીપરડી કંધેવાળીયા રોડ – ૨.૫૦ કરોડ(૯) સનાળી પાટીયાળી રોડ – ૧.૮૦ કરોડ(૧૦) એમ ડી આર ટો સોમલપર એપ્રોચ રોડ – ૨.૫૦ કરોડ (૧૧) કાંસલોલીયા ખંભાળા રોડ – ૨.૦૦ કરોડ

(૧૨) ઘેલા સોમનાથ બંધાળી રોડ – ૨.૦૦ કરોડ (૧૩) હાથસણી મોઢુકા રોડ – ૪.૧૫ કરોડ આ મંજૂરી અંતર્ગત કુલ ૫૨.૪૦ કિલોમીટર લંબાઈના માર્ગો માટે અંદાજે રૂ. ૩૧.૪૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ માર્ગ કાર્યો થકી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધા વધુ મજબૂત બનશે તેમજ સ્થાનિક પ્રજાજનોને સુરક્ષિત, સરળ અને ઝડપી આવાગમનની સગવડ ઉપલબ્ધ થશે.

આ મહત્વપૂર્ણ મંજૂરી અંગે આ વિસ્તારના કર્મઠ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે,મુખ્યમંત્રીના વિકાસલક્ષી અભિગમને કારણે ગ્રામ્ય અને આંતરિક વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ મળી રહી છે. જસદણ અને વિંછીયા તાલુકાના અનેક ગામોને આ માર્ગ કાર્યોનો સીધો લાભ મળશે, જે સ્થાનિક વિકાસ, વેપાર, શિક્ષણ, આરોગ્ય અને ખેતી માટે અત્યંત ઉપયોગી સાબિત થશે મંજૂર થયેલ રસ્તા કાર્યો પૂર્ણ થતાં• ગામો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે • ખેડૂતોને કૃષિ ઉત્પાદનના પરિવહનમાં સરળતા મળશે • વિદ્યાર્થીઓ અને નાગરિકોને શાળા, કોલેજ, હોસ્પિટલ અને બજાર સુધી પહોંચવામાં સુવિધા મળશે • સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓ અને વિકાસને પ્રોત્સાહન મળશે • વરસાદી મોસમમાં પણ સુરક્ષિત માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ થશે ગુજરાત સરકાર દ્વારા છેવાડાના ગામ સુધી ગુણવત્તાસભર માર્ગ સુવિધા પહોંચાડવાનો સંકલ્પ સતત આગળ ધપાવવામાં આવી રહ્યો છે. જસદણ-વિંછીયા વિસ્તારમાં મંજૂર થયેલ આ માર્ગ કાર્યો તે જ દિશામાં એક વધુ મજબૂત અને લોકહિતકારી પગલું છે.

માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંજૂર થયેલ તમામ માર્ગ કાર્યોને નક્કી સમયમર્યાદામાં અને ગુણવત્તાના ધોરણો મુજબ પૂર્ણ કરવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.