error: This Content is protected !!

ખેતીવાડી ખાતાની NMEO-Oilseed યોજના હેઠળ બીજ વિતરણ માટે ઓનલાઇન અરજીઓ મંગાવાઈ

રાજકોટ જિલ્લામાં પ્રમાણિત બિયારણ નો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો તા.૧૦/૦૫/૨૦૨૬ સુધી અરજી કરી શકશે

 

 રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની NMEO-Oilseed યોજના હેઠળ પ્રમાણિત બીજ વિતરણનો લાભ લેવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ તા.૧૦/૦૫/૨૦૨૬ સુધી www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર આ નવિન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત છે, જેમાં મોબાઈલ નંબરની ફરજિયાત જરૂર પડશે. નોંધણી થયા બાદ જ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે.અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ, તમામ અરજીઓનો જિલ્લા- તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે. આ ડ્રોના આધારે અગ્રતા યાદી તૈયાર થશે અને નક્કી કરેલા લક્ષ્યાંકની મર્યાદામાં જ ખેડૂતોને પૂર્વમંજૂરી આપવામાં આવશે. આથી, યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતોને સમયસર અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છે