સરધાર પંથકમાં શૈતાનિયતની હદ ૧૦ વર્ષની બાળાને રૂ ૧૦ ની નૉટ ની લાલચ આપી નિર્વસ્ત્ર કરી બટકા ભર્યા
વિકૃત ઢગા એવા બે સંતાનના બાપ વિરૂધ્ધ આજી ડેમ પોલીસની આકરી કાર્યવાહી રમી રહેલી બાળાને ઓરડીમાં લઈ જઈ વિકૃતિ આચરી
સરધાર વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં ૧૦ વર્ષની સગીર બાળકીને ૧૦ રૂપિયાની નોટની લાલચ આપી પોતાની ઓરડીમાં લઈ જઈ એક હવસખોરે શારીરિક અડપલા કરી લીધા હતાં. અત્યંત બિભત્સ હરકતોને કારણે બાળા ગભરાઈ ગઇ હતી અને રડતી રડતી માતા પાસે પહોંચતાં અને વાત કરતાં પોલીસને જાણ કરાઇ હતી. આજીડેમ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી હવસખોરેને સકંજામાં લીધો છે. આ બાળા જેને મામા કહીને બોલાવે છે તેણે જ આવી હરકતો કરી હતી. જાણવા મળ્યા મુજબ સરધાર વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની ૧૦ વર્ષની દિકરી ગત સવારે જ્યારે છે. રમવા ગઈ હતી, ત્યારે દેવા નામના શખ્સે તેને ૧૦ રૂપિયાની નોટ બતાવી લલચાવી હતી. બાળકી પૈસા લેવા પાસે ગઈ ત્યારે આ શખ્સ તેને પરાણે પોતાની પતરાવાળી ઓરડીમાં લઈ ગયો હતો અને અચાનક બથ ભરી લઇ કપડા ઉતરવા માંડી છાતીના ભાગે અડપલા કરી તેમજ હોઠ પર, ગાલ પર પપ્પી લેવા માંડતાં બાળા ગભરાઇ ગઇ હતી અને રડાવા માંડતાં દેવાએ તેના મોઢા પર હાથ દબાવી રાડો ન પાડતી તેમ કહી ફરીથી અડપલા કરી લીધા હતાં અને શરીરે બચકા ભરવા માંડયો હતો.બાળા આવી હરકતોથી ડઘાઈને વધુ રડવા માંડતાં દેવાએ તેને દસ રૂપિયાની નોટ આપી આ લઇને જા ભાગ લઇ લેજે, કોઇને કંઇ કહેતી નહિ તેમ કહી તેને બહાર કાઢી મુકી હતી. બાદમાં રાત્રે જ્યારે બાળકી તેની માતા પાસે હતી. ત્યારે તેણે ડરતા ડરતા પોતાની સાથે થયેલી છેડતીની વાત કરી હતી. દિકરીની વાત સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પિતાને આ બાબતે જાણ થતા તુરંત જ રાત્રિના સમયે આજીડેમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માતાની ફરિયાદના આધારે પોલીસે દેવા વિરૂધ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. પીઆઇ એચ. એન. પટેલ અને સ્ટાફે આરોપીને સકંજામાં લઈ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે