મજૅવડી પાસે પુલ પર ત્રિપલ સવારી મૉટરસાઇકલ ટ્રક સાથે અથડાતા ગંભીર ઇજા થવાથી જસદણના તુષાર મૈસુરિયાનું મોત બે યુવકોને ઈજા સોનલ બીજે મઢડા દર્શન કરી પરત ફરતા તા
જસદણ અનૅ રાજકોટ ના ત્રણ યુવાનો ત્રીપલ સવારી મૉટરસાઇકલ લઈને રાજકોટ થી સોનલ બીજ નિમિત્તે મઢડા ગામે માતાના દર્શન કરવા ગયેલ હતા ત્યાંથી પરત ફરતી વખતે મજેવડી પાસે પુલ પર ટ્રક જેવા વાહન સાથે બાઈક અથડાતા જસદણના યુવકનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું જ્યારે અન્ય બે યુવકોને ઈજા થઈ હતી. યુવકે અજાણ્યા વાહન સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા સુમિત કટારીયા જસદણમાં રહેતા તેના મિત્ર તુષાર મુકેશભાઈ મેસુરીયા અને રાજકોટ રહેતા યુવરાજ વિપુલ જાદવ ત્રણે મિત્રો રાજકોટ થી સોનલ બીજ નિમિત્તે મઢડા ગામે ગયેલ હતા. ત્યારબાદ મઢડા દર્શન કરીને રાત્રિના જસદણ તરફ પરત આવતા હતા તે દરમિયાન મજેવડી
પાસે એક અજાણ્યુ વાહન રસ્તા પર ઉભેલું હતું. ત્રીપલ સવારી બાઈક વાહન સાથે અથડાતા ત્રણેય યુવકો ફંગોળાઈ ગયા હતા અને જેમાં તુષાર મૈસુરિયાનું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું જ્યારે યુવરાજ અને સુમિતભાઈ ને ઈજા થઈ હતી. અકસ્માત અંગે સુમિતભાઈ એ અજાણ્યા વાહન ચાલક સામે રસ્તા પર અડચણરૂપ વાહન રાખેલ જેથી વાહન અથડાયું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.