error: This Content is protected !!

કાળીપાટ પાસે દૂધનો ટેમ્પો પલ્ટી ગયો જસદણના દહીંસરાના આધૅડનું મોત મુસાફર દંપતિ, ત્રણ સંતાન સહિત 11 નૅ ઇજા

સુરતના જીતેશભાઇ અને પત્નિ અંજલીબેન ભાડલા વતનમાં આવ્યા હતાં રાજકોટથી બસ પકડવાની હોઇ દૂધના ટેમ્પોમાં

બેઠા હતાં મૃતક ભીમાભાઇ ખેતી અનૅ દૂધનો ધંધો કરતાં હતાં

 

 

 

રાજકોટ પાસૅના કાળીપાટ નજીક રાતે દૂધનો ટેમ્પો પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા જુસદણના દહીસરાના ખેડુત-દૂધના ધંધાથી પ્રૌઢનું ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું છે. જ્યારે ટેમ્પોમાં મુસાફર તરીકે બેઠેલા મુળ દહીંસરાના અને હાલ સુરત રહેતાં પતિ-પત્નિ, તેના ત્રણ બાળકો, દૂધના અન્ય વેપારી, મજૂરો સહિત ૧૦ને ઈજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જેમાં બેથી ત્રણ મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચી છે. દૂધનો ટેમ્પો ભાડલાના વડાળીથી રાજકોટ આવી રહ્યો હતો ત્યારે કોઈ કારવાળો અચાનક વચ્ચે આવીને નીકળી જતાં ટેમ્પા ચાલકે કાબુ ગુમાવતાં આ ઘટના બની હતી. જાણવા મળ્યા મુજબ કાળીપાટ નજીક રાત્રીના નવેક વાગ્યે દૂધના કેન ભરેલો ટાટા-૪૦૭ ટેમ્પો પલ્ટી મારી જતાં રોડ પર દૂધની રેલમછેલ થઇ ગઇ હતી. ટેમ્પોમાં તરીકે બેઠેલા દસથી બાર લોકોને ઈજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ અઍકનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ જસદણના દહીંસરાના ભીમાભાઈ કરસનભાઈ મકવાણા (ઉ.વ.૫૫) તરીકે થઈ હતી.

અન્ય ઈજાગ્રસ્તોમાં સુરત રહેતાં. જીતેશભાઈ ઉર્ફેઅનીલભાઈ ધીરૂભાઈ પરમાર (ઉ.વ.૩૫), તેના પત્તિ અંજલીબેન જીતેશભાઇ પરમાર (ઉ.વ.૩૨), તેના ત્રણબાળકો મીતલ (ઉ.વ.૮), નતશા (ઉ.વ.રા) અને કાર્તિક (ઉ.વ.૪) તેમજ વડાળીના મહેશ ઉર્ફે ગોપાલ દેવીદાસભાઈ ગોંડલીયા (ઉ.વ.૨૭), પ્રવિણભાઈ કરસનભાઈ ચાવડા (ઉ.વ.૪૫), વડાળીના માવજીભાઈ ગોપાલભાઈ લીંબડીયા (ઉ.વ.૫૫), અમર વિજયભાઈ રાઠોડ (ઉ.વ.૨૨)ને સારવાર માટે દાખલ કરાયા હતાં. ટેમ્પોના ડ્રાઇવર માંડણભાઈ પુંજાભાઈ મંડને પણ ઈજા પહોંચી હતી. ટેમ્પોમાં વડાળીથી દૂધના કેન ભરીને માંડણભાઈ તથા બીજા હેલ્પરો રાજકોટ તરફ આવતાં હતાં ત્યારે કાળીપાટ પાસે અચાનક એક કારવાળો વચ્ચે આવીને નીકળી જતાં ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતાં પલ્ટી મારી ગયો હતો. ઈજાગ્રસ્તોમાં જીતેશભાઈ પરમાર સુરત રહી હીરા ઘસે છે. તે વેકેશન હોઈ પત્તિ, બાળકો સાથે

પોતાના વતન તેમજ સસરાના ગામ ભાડલા આવ્યા હતાં. પરત સુરત જવા રાજકોટથી બસ પકડવાની હોઈ દૂધના ટેમ્પોમાં રાજકોટ આવવા માટે નીકળ્યા હતાં. જ્યારે મૃત્યુ પામનાર દહીંસરાના ભીમાભાઈ ખેતી કરવા ઉપરાંત દૂધનો

ધંધો કરતાં હોઈ તે દૂધ વેંચવા રાજકોટ આવી રહ્યા હતાં તેઓ ત્રણ ભાઈમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બનાવથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.