error: This Content is protected !!

આટકોટ નજીકના મોટા દડવા ના પ્રોહિબિશન જુગારના 15 ગુનામાં સામૅલ શખ્સને ત્રણ જિલ્લાની હદપારીનો આદેશ

રાજકોટ શહેર જિલ્લા તથા અમરેલી અનૅ જામનગર ઍમ ત્રણ જિલ્લા માંથી ત્રણ મહિના માટે હદપાર કરવામાં આવ્યૉ

 

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરાઇ હતી. આટકોટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. રાઠોડે પ્રોહિબિશન તથા જુગાર જેવા ગુનાઓમાં વારંવાર સંડોવાયેલા ચીમનભાઈ જસાણીયા, રહે. મોટા દડવા, જસાપર રોડ, તા. ગોંડલ વિરુદ્ધ હદપારીની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને આધારે ગોંડલના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આ શખ્સને રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, અમરેલી અને જામનગર જિલ્લાઓમાંથી 3 મહિના માટે હદપાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ, જુગારધારા અને અન્ય ક્લમો હેઠળ કુલ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર કાર્યવાહી આટકોટ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એમ. રાઠોડ અનૅ ટીમ દ્વારા કરવામાં આવી હતી.