error: This Content is protected !!

જસદણના નાની લાખાવડમાં ફોનમાં મેસેજ કરવા બાબતે 3 શખ્સૉનૉ ઘરમાં ઘૂસી દંપતિ પર ઢીકા પાટું અનૅ ધોકાથી હુમલો પોલીસે તપાસ આદરી

જસદણ તાલુકાના નાની લાખાવડ ગામમાં ઘરમાં ઘૂસી મારામારી કરવાનો બનાવ સામે આવ્યો હતો. બનાવની મળતી પ્રાપ્ત માહિતી મુજબ, પીડિત પરિવાર પોતાના ઘરે હાજર હતો ત્યારે ગામના કેટલાક વ્યક્તિઓ અચાનક ઘરમાં ઘૂસી આવ્યા હતા. આરોપ છે કે રમેશભાઈ પ્રેમજીભાઈ રોજાસરા, સાગર રમેશભાઈ રોજાસરા તથા પ્રકાશ પ્રેમજીભાઈ રોજાસરા દ્વારા પીડિત પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન લાકડાના ધોકા વડે માર મારવામાં આવતા પીડિત તેમજ તેમની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન પીડિતની પત્ની વચ્ચે પડતા તેને પણ ઈજા થઈ હતી આ બનાવનું કારણ એવું સામે આવ્યું હતું કે સાગર રમેશભાઈ રોજાસરાની બહેનને પીડિત વિઠ્ઠલભાઈ ગાંડુભાઈ રાઠોડનો દીકરો અનિલ ફોનમાં મેસેજ કરે છે તેવી શંકા હોય જેથી તેનો ખાર રાખી મારી સાથે બોલાચાલી કરી, ગાળો આપી, ઢીકા પાટુ તથા લાકડાના ધોકા વડે માર મારી ઇજા કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.