જસદણના જન શક્તિ ફાઉન્ડેશન દ્વારા રવિવારે તૃતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન આટકોટ રાધે ઇન્ડસ્ટ્રીયલ ખાતૅ યૉજાશૅ
રક્તદાન કેમ્પ સાથે વહાલુડી દીકરીઑના શુભ વિવાહ પ્રસંગે સાધુ સંતો પધારી આશીર્વાદ આપશે ટ્રસ્ટીઓ દ્વારા તૈયારીઑને આખરી ઓપ
જસદણમાં સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર ઍવા જન શક્તિ ફાઉન્ડેશન સંચાલિત તૃતીય વહાલુડી દીકરી સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવનું આટકોટ રૉડ ખાતૅ આવૅલ રાધે ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં આયોજન કરવામાં આવ્યું છે આવતી તા,10 નૅ રવિવારના રોજ યોજાનારા આ મંગલ પ્રસંગમાં વિવિધ સમાજની 11 દીકરીઓ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને નૂતન જીવનની શરૂઆત કરશે. આ મહોત્સવમાં અનેક સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ પાઠવશે. સેવાના ઉમદા હેતુ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં લગ્નોત્સવની સાથે જ રક્તદાન કેમ્પનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓએ રાધે ઈન્ડસ્ટ્રીઝના પટાંગણમાં લગ્ન મંડપ સહિતની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છૅ રવિવારે વહેલી સવારથી જ લગ્ન મહોત્સવના વિવિધ પ્રસંગોનો પ્રારંભ થશે. જેમાં સવારે મંડપ મુહૂર્ત અને જાનનું આગમન થશે. બપોરે 5:00 કલાકે મુખ્ય હસ્તમેળાપ વિધિ આચાર્ય કેતનભાઇ ત્રિવેદી સંપન્ન કરાવશે. ત્યારબાદ સાંજે 7:00 કલાકે અતિથિ સત્કાર અને ભોજન સમારંભ યોજાયા બાદ દીકરીઓને ભાવભરી વિદાય આપવામાં આવશે.