જસદણના કોઠી ગામૅ એલસીબી ત્રાટકી વાડીની ઓરડીમાંથી 22 હજારનો વિદેશી દારૂ અનૅ બીયર ઝડપાયો
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરનીસૂચના અને એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ
દારૂબંધીના કડક અમલ માટેની ઝુંબેશ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે જસદણ તાલુકાના કોઠી ગામની સીમમાં દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાના પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ પાતુભાઈ સુરૂ તથા સ્ટાફના માણસો જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમીના આધારે કોઠી ગામના જયદિપભાઈ ભુપતભાઈ ખાચરની વાડીએ દરોડો પાડવામાં આવ્યો હતો.વાડીમાં આવેલી ઓરડીની તપાસ કરતા ત્યાંથી પરપ્રાંતીય વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની
નાની-મોટી બોટલો તેમજ બીયર ટીન મળી કુલ રૂ.22,312 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.રેડ દરમિયાન આરોપી જયદિપભાઈ ભુપતભાઈ ખાચર હાજર મળી ન હતો. પોલીસે આવ્યો પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), (ઈ), 116(બી) મુજબ પો.કોન્સ. ગુન્હો નોંધી ફરાર આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કામગીરીમાં એલ.સી.બી.ના અમિતભાઈ સુરૂ, પો.હેડ કોન્સ. ધર્મેશભાઈ બાવળીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.