જુનાગઢ ખાતે જન કલ્યાણ પદયાત્રામાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી જોડાયા મંત્રી કુવરજીભાઈ બાવળીયા તથા યાત્રીઓ સાથે ધર્મ અને લોકસાહિત્યની વાતો કરી
ઘેલા સોમનાથ થી વેરાવળ સોમનાથ સુધીની પગપાળા યાત્રા હર હર શંભુ ભોળાના નાદ સાથે જૂનાગઢ પહોંચી હતી જ્યાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી જનકલ્યાણ શિવ વંદના પદયાત્રામાં જોડાયા હતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા પદયાત્રી શ્રદ્ધાળુઓ સાથે ધર્મ તેમજ રૉક સાહિત્યની વાતો કરીને રસ તરબોળ કર્યા હતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે ખાસ શુભેચ્છા મુલાકાત કરી સદભાવના જન કલ્યાણ અર્થે શિવ થી શિવ સુધીની યાત્રા માં જોડાઈ આનંદની લાગણી વ્યક્ત કરી હતી