error: This Content is protected !!

જસદણની ગૅબનશા સૉસાયટીમા પિતા-પુત્રી આભધાત કૅસમા બૅવફા પત્ની અને પાપી પ્રેમીનૅ અમદાવાદથી ઝડપી પાડ્યા

અઢી વર્ષની ફુલ જૅવી દીકરીને પાણીના ટાંકામાં ડૂબાડી પિતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી

 

જસદણની ગેબનશા સોસાયટી વિસ્તારમાં ચાર દિવસ પહેલાં બનેલા પિતા-પુત્રીના મોતની ચકચારી ઘટનામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. અઢી વર્ષની માસૂમ પુત્રીને પાણીમાં ડૂબાડી પોતે પણ આત્મહત્યા કરી લેનાર ફિયાઝભાઈના આપઘાત મામલે જસદણ પોલીસે તેમની પત્ની ફિરદોષ અને તેના પ્રેમી લાલો ખીમાણીને અમદાવાદથી રાઉન્ડઅપ કરી લીધા છે અને બંનેને જસદણ લાવી પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી છે.

પરિવારજનોના આક્ષેપ મુજબ, મૃતક ફિયાઝની પત્ની

ફિરદોષ તેના પ્રેમી લાલા ખીમાણી સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી. પત્નીના ગયા બાદ પણ ફિયાઝની મુશ્કેલીઓ ઓછી થઈ નહોતી. લાલો ખીમાણી ફિયાઝને અવારનવાર ફોન કરીને ધમકીઓ આપતો હતો અને અઢી વર્ષની દીકરીને પોતાને સોંપી દેવા માટેસતત દબાણ કરતો હતો.આ ઘટના બાદ જસદણ

પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ સમક્ષ પરિવારે કરેલા આક્ષેપોને આધારે પત્ની ફિરદોષ અને પ્રેમી લાલો ખીમાણી વિરુદ્ધ આત્મહત્યાની દુોરણા અંગેની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોની મદદથી પોલીસે બંનેનું લોકેશન ટ્રેસ કરીને અમદાવાદથી તેમને ઝડપી લીધા છે અને બન્ને સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ચકચારી કેસમાં પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછમાં આગામી સમયમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.