વિંછીયામાં સામું જોવા બાબતે લેબોરેટરી સંચાલક અશ્વિન ગુજરાતીનૅ દેવરાજૅ ધૉકાથી ફટકાર્યો
જસદણના યુવાનનૅ રાજકોટ સિવિલમાં ખસેડાયો, જૂનો ઝઘડો કારણભૂત વિછીયા પોલીસે તપાસ હાથ ધરી
વિંછીયામાં લેબોરેટરી સંચાલક અશ્વિન ગુજરાતી ઉપર દેવરાજ રબારીએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવેલ. બનાવ પાછળ જૂનો ઝઘડો કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ, અશ્વિનભાઈ મનસુખભાઈ ગુજરાતી (ઉંમર વર્ષ 30, રહે.જસદણ) સાંજે 6 વાગ્યા આસપાસ વિંછીયાની સમર્પણ હોસ્પિટલ પાસે હતા ત્યારે સામેવાળા દેવરાજ રબારીએ ઝઘડો કરીને પાઇપ વડે માર મારતા માથે અને શરીરે ઇજા થતાં પ્રથમ સારવાર વિંછીયા સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા. આ અંગે જાણવા મળ્યાં મુજબ, અશ્વિનભાઈને વિંછીયા કન્યાશાળા સામે લેબોરેટરી છે.ગઈકાલે સાંજે સાત વાગ્યાંઆસપાસ સમર્પણ હોસ્પિટલમાં રિપોર્ટ આપવા માટે ગયા હતા. ત્યાં દેવરાજ રબારી સામે મળ્યો અને તેણે કહ્યું કે, સામે કેમ જોવે છે? તે ઝઘડો કરવા લાગ્યો અને પાછળથી પાઇપ વડે હુમલો કર્યો હતો.
અશ્વિનભાઇએ કહ્યું કે, દોઢેક મહિના પહેલા વિંછીયા બસ સ્ટેન્ડ પાસે આવી આ દેવરાજે ધોકા વડે માર માર્યો હતો. એ ઝઘડાનું સમાધાન પણ થઈ ગયું હતું. જોકે તેમ છતાં તે બધાને કહેતો રહેતો કે, અશ્વિનને હજુ મારવો છે, આમ. જૂના ઝઘડામાં બનાવ બન્યો હોય, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.