શ્રી ઘેલા સોમનાથ મહાદેવની વિશેષ પૂજા સાથે જલધારાનો શણગાર રાજ્યમાં મેઘરાજા હેત વરસાવે તેવી આજીજી કરી
જસદણ નજીકના પ્રસિદ્ધ યાત્રાધામ ઐતિહાસિક શ્રીઘેલા સોમનાથ દાદાને વિશેષ જલધારા શણગાર અને પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.ચોમાસાની ઋતુને અનુલક્ષીને મંદિરના પૂજારી હસુભાઈ જોષીએ મહાદેવને જલધારાનો વિશેષ શણગાર અર્પણ કર્યો હતો. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ મહાદેવની પૂજા-અર્ચના કરવામાં એવી હતી.પૂજારી પરિવાર અને ઉપસ્થિત ભક્તોએ સારે વરસાદ વરસે, ખેડૂતોની ચિંતાનો અંત આવે અને રાજ્યમાં સુખ-સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરી હતી.