રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં આજે રાત્રે ૧૦ સુધી રેડ એલર્ટ પવન સાથૅ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભારતના હવામાન વિભાગની ચેતવણી મુજબ, રાજ્યમાં રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, નર્મદા અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આગામી ૩ કલાક (સાંજે ૭થી ૧૦ દરમિયાન) ૧૫ મીમી/કલાકથી વધુના દરથી ભારે વરસાદની આગાહી છે. આ સાથે મધ્યમ સ્તરની ગાજવીજ અને કલાકના ૪૧થી ૬૧ કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુંકાવાની સંભાવના છે. આ વિસ્તારોમાં આકાશમાંથી જમીન પર વીજળી પડવાની સંભાવના ૬૦% થી પણ વધુ છે.