વિંછિયાના પીપરડી ગામૅ મકાનમાં સંતાડેલ ઇંગલિશ દારૂની 441 બોટલ પકડાઈ બુટલેગર ફરાર શોધખોળ
વિંછિયા પોલીસ મથકના સ્ટાફે પીપરડી ગામે મકાનમાં દરોડો પાડી રૂ.61 હજારની કિંમતનો 441 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે.
દારૂના દરોડાની વિગત મુજબ વિંછિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે, પીપરડી ગામે રહેતા જોરૂભાઇ ભાણાભાઈ ખાચરે પોતાના મકાનમાં દારૂ છુપાવી રાખ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડતા મકાનમાંથી રૂ.61,320 ની કિંમતનો 441 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જોકે દરોડા દરમિયાન જોરૂભાઇ ખાચર હાજર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે દારૂનો આ જથ્થો કબજે કરી આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી હતી.