વિછીયાના દલડી થી ગુંદાળા ગામ સુધી પાંચ કિ.મીની મેરોથોન દોડ યૉજાય સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી યુવકો યુવતીઓ ઉમટી પડ્યાં
એક થી પાંચ નંબર મેળવનાર દૉડવિરૉને પુરસ્કાર મેડલ ટ્રોફી આપી સન્માનિત કર્યા પાંચાળના યુવાનોએ ભારતભરનું ગૌરવ વધાર્યું વિનોદભાઈ વાલાણી.
વિંછીયા તાલુકાના દડલી ગામથી ગુંદાળા ગામ સુધી 5 કિલો મીટર મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ એક થી પાંચ નંબર વિજેતાઓને મહેમાનોના વરદ હસ્તે રોકડ પુરસ્કાર મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા,સમારોહના માર્ગદર્શક અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભેરછાઓ પાઠવી હતી, સમારોહમાં સામાજિક કાર્યકર હરેશભાઈ વાસાણી, રામજીભાઈ બારૈયા, ટીનાભાઇ કટેશીયા તેમજ કેપ ના દાતા રુદ્ર સળિયાના મેનેજર વિનય વ્યાસ વગેરે હાજર રહી કાર્યક્રમને ઉજળો કર્યો હતો, સમગ્ર કાર્યક્રમનું આયોજન આર્મી મેન મહેશભાઈ જોગરાદીયા અને હરેશભાઈ જોગરાદીયા એ કર્યું હતું.