વિંછીયા ના અમરાપુર ખાતૅ મંત્રી કુંવરજીભાઇની ઉપસ્થિતિમાપી.એચ.સી.માં નેશનલ એસેસમેન્ટ હાથ ધરાયું
ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓને અપાતી આરોગ્યની તબીબી સેવા પ્રત્યે ધારાસભ્ય બાવળીયાએ એ સંતોષ વ્યક્ત કર્યો
જસદણ વિંછીયા ના ધારાસભ્ય તથા કૅબીનૅટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાષ્ટ્રીય સ્તરનું ગુણવત્તા મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું.
ગ્રામીણ સ્તરે અપાતી આરોગ્યની સુવિધાઓની ગુણવત્તા સહિતના મુલ્યાંકન માટે એસેસર તરીકે ડૉ. પ્રેમકુમાર બજાજ તથા શાલિની સિંગ આવ્યા હતા.
મંત્રી કુંવરજીભાઈએ પી.એચ.સી.માં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ, દર્દીઓની સેવા-સુશ્રુષા અને રાષ્ટ્રીય માપદંડો મુજબની વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામ્ય વિસ્તારના લોકોને મળી રહેલી તબીબી સેવાઓ અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.નેશનલ એસેસમેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ડી.ક્યુ.એમ.ઓ. ડૉ. પી.કે.સિંધ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રાજા ખાંભલા, મેડિકલ ઓફિસર ડૉ.ધર્મેશ ઝાપડિયા અને ડૉ.કેવિન રાણપરિયા તેમજ તમામ પેરા મેડિકલ સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.