જસદણ વિંછીયા સહિત રાજકૉટ જિલ્લામાં સંભવિત વરસાદી આપદાને પહોંચી વળવા આગૉતરૂ માઈક્રો પ્લાનિંગ
નોડલ અધિકારીઓ દ્વારા નિરિક્ષણ
૨૪ કલાક કંટ્રોલ રૂમ શરૂ, આશ્રયસ્થાનો,ફૂડ પેકેટ્સ અને બચાવ સાધનોની વ્યવસ્થા કરાઈ
ચોમાસા દરમિયાન સંભવિત ભારે વરસાદ, પૂર કે અન્ય કુદરતી આપદાઓના સમયમાં લોકોને ઝડપથી મદદ પહોંચાડવા રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ અને નિવાસી અધિક કલેક્ટર શ્રી જે. એચ. બારોટના માર્ગદર્શનમાં જિલ્લા ડિઝાસ્ટર તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરી દેવાઈ છે. જિલ્લામાં દરેક તાલુકાની સ્થિતિ પર નજર રાખવા અને સંકલન વ્યવસ્થા સુદ્રઢ રાખવા તાલુકાવાર ખાસ ક્લાસ-૧ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
જેમાં વિંછીયા તાલુકા માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, લોધિકા તાલુકા માટે નાયબ કલેકટરશ્રી (સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર, રાજકોટ શહેર) તથા જામકંડોરણા તાલુકા માટે જિલ્લા રજિસ્ટ્રારશ્રી (સહકારી મંડળીઓ)ની નિયુક્તિ કરવામાં આવી છે.
રાજકોટ શહેર (પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ) વિસ્તારની જવાબદારી પ્રાંત અધિકારીશ્રી (રાજકોટ શહેર-૧)ને અને રાજકોટ તાલુકાની જવાબદારી પ્રાંત અધિકારીશ્રી (રાજકોટ શહેર-૨)ને સોંપાઈ છે.
કોટડા સાંગાણી તાલુકા માટે નાયબ કલેકટરશ્રી (સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર, રાજકોટ ગ્રામ્ય), પડધરી તાલુકા માટે પ્રાંત અધિકારીશ્રી (રાજકોટ ગ્રામ્ય), ગોંડલ શહેર અને તાલુકા માટે પ્રાંત અધિકારીશ્રી (ગોંડલ) તેમજ ઉપલેટા તાલુકા માટે પ્રાંત અધિકારીશ્રી (ધોરાજી) નોડલ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
જસદણ તાલુકા માટે પ્રાંત અધિકારીશ્રી (જસદણ), જેતપુર શહેર અને તાલુકા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) તેમજ ધોરાજી તાલુકા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસૂલ) ની નિમણૂક કરવામાં આવી છે.