error: This Content is protected !!

બળધોઈ ગ્રામ પંચાયતના સરપંચે ગામતળના લેઆઉટ પ્લાનમાં સહી નહી કરતા ટીડીઓઍ બરતરફની નોટિસ ફટકારી

બેદરકારી બદલ સસ્પેન્ડ શા માટે ન કરવા સરપંચનૅ બે દિવસમાં લેઆઉટ પ્લાન મંજૂર કરી અહૅવાલ કરવા આદેશ

 

જસદણ તાલુકા પંચાયત કચેરીએ બળધોઈ ગ્રામ પંચાયત ના સરપંચ સામે ફરજમાં બેદરકારી દાખવવા બદલ કડક વલણ અપનાવ્યું છે અને મફ્ત પ્લોટ યોજનાના લેઆઉટ પ્લાનમાં સહી ન કરનાર સરપંચને તાલુકા વિકાસ અધિકારીએ બરતરફની નોટિસ પાઠવીને બે દિવસની અંદર યોગ્ય ખુલાસો કરવા અને કામગીરી પૂર્ણ કરવા આદેશ કરાયો છે, અન્યથા તેમને હોદ્દા પરથી દૂર કરવાની દરખાસ્ત કરવાની ગંભીર ચેતવણી આપી છે 

મળતી માહિતી મુજબ, જસદણ તાલુકાના બળધોઈ ગામમાં બે લાભાર્થીઓ માટે મંજૂર થયેલા

100 ચોરસ વારના મફત પ્લોટ હજુ પણ સોંપવાના બાકી છે. આ બાબતે બળધોઈ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને રૂબરૂ પૂછતાં જાણવા મળ્યું હતું કે, પ્લોટ ફાળવણી માટેના જમીનનો લે-આઉટ પ્લાન સંપૂર્ણ તૈયાર હોવા છતાં સરપંચ રસિકભાઈ ભોજાભાઈ ઝાપડીયા તેમાં સરપંચ તરીકે સહી કરતા નથી. સરપંચ દ્વારા સહી ન કરવામાં આવતી હોવાને કારણે લે-આઉટ મંજૂર કરવા અંગેની દરખાસ્ત આગળ વધી શકતી નથી અને લાભાર્થીઓ પ્લોટથી વંચિત રહી ગયા છે.આ મામલાને ગંભીરતાથી લઈને જસદણના તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ રસિકભાઈ ઝાપડીયાને લેખિત નોટિસ પાઠવી

તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, આ નોટિસ મળ્યાના બે જ દિવસમાં સંબંધિત લે-આઉટ પ્લાનમાં સહી કરી તેને મંજૂરી અર્થે તાલુકા પંચાયત કચેરીમાં રજૂ કરવો તથા લાભાર્થીઓને પ્લોટની સોંપણી કરી તે અંગેનો અહેવાલ મોકલી આપવો.જો નિયત સમયમર્યાદામાં આ કામગીરી કરવામાં નહીં આવે, તો સરપંચે પોતાની ફરજ પ્રત્યે ઘોર બેદરકારી દાખવી છે તેમ માની લેવામાં આવશે.ત્યારબાદ. ગુજરાત પંચાયત-અધિનિયમ-૧૯૯૩ની ક્લમ ૫૭(૧) હેઠળ તેમને સરપંચના હોદ્દા પરથી દૂર કરવા માટેની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી, ને મોકલી આપવામાં આવશે.