error: This Content is protected !!

રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં જોડાઈને જસદણ-વિંછીયા પંથકનાં વિકાસમાં સહભાગી બનવા સ્થાનિક ઉદ્યોગોને અનુરોધ કરતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

સૌરાષ્ટ્ર-કચ્છની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજકોટ શહેરમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આગામી તા. ૧૧ જાન્યુઆરી અને ૧૨ જાન્યુઆરીએ યોજાશે જૅમા ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખુશી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, 

સૌરાષ્ટ્રના ઉદ્યોગોને લાભ થશે. અનેક નાના-મોટા ઉદ્યોગકારો વચ્ચે MoU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) થવાથી સ્થાનિક ઉદ્યોગોને બળ મળશે અને રોજગારી પણ વધશે. વિદેશી કંપનીઓ અને અન્ય રાજ્યની કંપનીઓ સાથે સ્થાનિક કંપનીઓ MoU કરશે, તો બિઝનેસ ટુ બિઝનેસ પ્રવૃત્તિઓને વેગ મળશે.

 જસદણ-વિંછીયા પંથકના ઉદ્યોગો વિશે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ ઉમેર્યું હતું કે, જસદણ અને વિંછીયા વિસ્તારમાં અનેક નાના-મોટા ઉદ્યોગો વિકસી રહ્યાં છે, જેનાથી હજારો લોકોને રોજગારી મળી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટના કારણે અહીંના ઉદ્યોગો, કારખાનાંઓ, લઘુઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. ત્યારે સ્થાનિક ઉદ્યોગો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં જોડાઈને જસદણ-વિંછીયા પંથકને વિકસિત બનાવવામાં સહભાગી બને, તેવો અનુરોધ છે.

 આમ, 'વાઇબ્રન્ટ ગુજરાત' હવે માત્ર કોઈ એક શહેર પૂરતું સીમિત ન રહેતા, 'વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ' અને 'રિજનલ સમિટ'ના માધ્યમથી ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચ્યું છે. રાજકોટમાં યોજાનારી રિજનલ સમિટ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. નાના ઉદ્યોગોને પણ વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો આ પ્રયાસ ગુજરાત સરકારની સર્વગ્રાહી વિકાસની નીતિને સાર્થક કરે છે