error: This Content is protected !!

જસદણમાં છ દિવસીય ડૅ ક્રિકેટ ટુર્નામેન્ટનૉ આજથી પ્રારંભ 16 ટીમૉ સતત 6 દિવસ સુધી ક્રિકેટ કૌશલ્ય બતાવશે ફાઇનલ મેચ તારીખ 21 ના સાંજે ચાર કલાકે રમાશૅ

જસદણમા મહાદેવ યુવા પ્રીમિયર લીગ - મહાદેવ કપના નામથી 6 દિવસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ આજે તા. 16 થી થયૉ

આ ટુર્નામેન્ટમાં જસદણ અને વિછીંયાના ખેલાડીઓ મળીને કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે, જે ખેલાડીઓમાં ઉત્સાહ અને સંગઠનનો ભાવ વધારે છે. આ - પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું આયોજન જસદણના વિછીંયા રોડ પર આવેલા ખાંડા હડમતીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. ક્રિકેટના આ મહાકુંભની ફાઈનલ મેચ આગામી તા. 21 (રવિવારે) સાંજે 4 કલાકે રમાશે, જે ક્રિકેટ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશૅ